ghoDa athwa gadheDa - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘોડા અથવા ગધેડા

ghoDa athwa gadheDa

કમલ વોરા કમલ વોરા
ઘોડા અથવા ગધેડા
કમલ વોરા

કેટલીક વાર

ઘણા ગધેડા ઘોડા જેવા

દેખાતા હોય છે

નજીક જઈને જુઓ

તોય અદ્દલ ઘોડા લાગે

ખુલ્લાં જડબાં, મોટાં-લાંબાં નસકોરાં

ફાંગા ડોળા

થરકતી પીઠ, ફરકતી પૂંછ

પાતળિયા પગ

ટપટપતી ખરી

ખ્યાલ આવે

પણ જેણે અસલ ઘોડા જોયા છે

લગભગ છેતરાતો નથી

અને જેણે અસલ ગધેડા જોયા છે

એનાથીય ઘણુંખરું ભેદ છૂપતો નથી

મૂંઝવણ ત્યારે તો થતી હોય છે કે

જેને છેક સુધી ઘોડો ધાર્યો હોય

તે ગધેડો નીકળે

અથવા તો એનાથી ઊલટું

પણ કટોકટી ત્યારે થાય

જ્યારે ગધેડો હરખભેર ભૂંકતો હોય

અને છતાં નસલના પરખંદા

ઘોડાનું પૂંછડું

છોડવા તૈયાર હોય

અથવા તો એનાથી ઊલટું

સ્રોત

  • પુસ્તક : જુઠ્ઠાણાં (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023