dikra ma–ne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીકરા મ–ને

dikra ma–ne

પ્રાણજીવન મહેતા પ્રાણજીવન મહેતા
દીકરા મ–ને
પ્રાણજીવન મહેતા

એક

દીકરા મ.

તારી વાચાને હજુ ક્યાં વય ફૂટી છે.

તું તો હજુ હશે–માં હળવો ફૂલ.

તારાં સ્વપ્ન બધાં કક્કો–બારાખડી બોલે.

તું હજુ ક્યાં ચડ્યો છે શબ્દને ઝોલે?

તને કવિતા કેમ સમજાવું,

તું તો હજુ હશે–માં હળવો ફૂલ.

બોલ, અહીં કોને ફૂટે છે દંતશૂળ?

કોણ અહીં ફૂંકે વા–વંટોળ–

બે હાથ મસળી–ખેરવી ધૂળ?

દીકરા મ, તું શોધવા બેસ હવે કલ્પવૃક્ષનાં મૂળ.

સમજ કે તારી સામે એક માણસ બેઠો છે.

એના હાથમાં ઊગ્યું છે એક તરણું;

ને તરણે છે તિરાડ.

બોલ, તિરાડ સાંધતાં લાગશે વરસ કેટલાં?

વળી, માણસની છાતીમાં કૂવો એક ખોદતાં

નીકળી આવી તરસ.

બોલ, તરસ ઉલેચતાં લાગશે વરસ કેટલાં?

દીકરા મ, પ્રશ્નો છે; કી રાજકુમારનું શિકાર–વન નથી.

કવિતા તો તૂરી છે, કડવી, તીખી પણ.

અને તારી સ્વાદ પારખવાની શક્તિ હજુ ઝોલાં ખાય.

ઊંઘી જા દીકરા મ,

તને કહેવા બેઠો કવિતા વિશે મારી ભૂલ;

તું તો હજુ હશે–માં હળવો ફૂલ.

સ્રોત

  • પુસ્તક : કાનોમાતર (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : પ્રાણજીવન મહેતા
  • પ્રકાશક : વસંતરાય જી. ચુડગર
  • વર્ષ : 1979