રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટોળાં અવાજ ઘોંઘાટ
થિયેટરની બહાર ફૂટપાથ પર
રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં
ટોળાં અવાજ ઘોંઘાટ
હોટલમાં બગીચામાં પુલ પર નદી પર
અથડાતાં લથડાતાં
ક્યારેક પોલાં અને પાતળાં
ક્યારેક ઘનિષ્ઠ નિરન્ધ્ર : ટોળાં અવાજ ઘોંઘાટ
છે હજી આ હમણાં જ છૂટેલાં છેલ્લા શોમાંથી
ધીમે ધીમે ચાલતાં લહેરમાં
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્
કે સ્કૂટર લઈ ભાગતાં ઘૂંઊં.....
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે? અલગ જ
સાવ એકબીજાંથી, બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર
થતાં હોવા છતાં અલગ જ, ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ
પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી –
અરે પોતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ
સાવ અલગ ચાલતાં - અટકતાં - સરકતાં - દોડતાં - ગાતાં - હસતાં -
ઝઘડતાં - બગડતાં - ગગડતાં
ટોળાં અવાજ ઘોંઘાટ
ફૂટપાથો પર જ છે શું રસ્તાઓ પર જ છે શું
ટોળાં અવાજ ઘોંઘાટ?
સીડી પર નથી દાદરની? દુકાન પર નથી કાપડની?
છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ –
સોસાયટીમાં ટેનામેન્ટ, ઍપાર્ટમેન્ટમાં રૉયલ,
કૉરીડોરમાં કમરામાં ડ્રૉઇંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં
બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં
ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે
બધે જ બધે
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા
ચપોચપ સતત અવિરત એકધારાં વર્ધમાન
ટોળાં અવાજ ઘોંઘાટ
રખડતાં રખડતાં ભસતાં ભીંસાતાં ચૂમતાં ચીખતાં
ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગાડતાં
નાચતાં નસીંકતાં પડતાં પછાડતાં
માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ
ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં
પછડાતાં અડવડતાં અડિયલ અઘોરી અગડંબગડં
ચેંચૂડાં ચોર ઘાતકી
બબડતાં સાવ નિર્દોષ બાળક જેવાં સ્વૈર
લબડતાં ઝાડ પરથી લીંબળી-પીંપળી જેવાં
ભોળાં –
પણ ક્યારેક વકરતાં - ચકરતાં - અકળાતાં - અથડાતાં
વળ ખાઈને એક થઈ જતાં
મારતાં - તોડતાં - બાળી નાખતાં
શતસહસ્ત્ર બાહુઓથી અટકાવી દેતા યંત્રને અધવચ
લટકાવી દેતા તંત્રને મંત્રની મડાગાંઠમાં
કાંઠને ઉલ્લંઘીને ઊછળતા ઊંચકાતા જનરાશિથી
તણાઈને તૂટી જઈને છોતાં છોતાં થઈને અલગ અલગ થઈને
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને
આ એકઠું કરવાની મથામણ કોણે માંડી છે?
‘કાંડી છે, પ્લીઝ’
આ બીડી સળગશે એ જ ચમત્કાર
જ્યોતનો તણખો એ જ ચમત્કાર
ધુમાડો નીકળશે એ જ ચમત્કાર
ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે એ જ ચમત્કાર
છીંક ખાતું નાક ચમત્કાર, ખાંસી ખાતું દેડકું ચમત્કાર
ઊઠ જાગ મુસાફિર
ટોળાં અવાજ ઘોંઘાટના આ સરિયામ કે વાંકાચૂકા
પાકા કે ધૂળિયા
વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી
ઊઠ જાગ મુસાફિર
કાવ્યના વૉટરટાઇટ કંપાર્ટમેન્ટમાં પણ
તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છેઃ ટોળાં અવાજ ઘોંઘાટ
તું
બેબાકળો થઈને ભટકાઈને ભળી જા
કે બગડીને બળી જા
કે ગબડીને ગળી જા
કે લબડીને લળી જા
કે ચગદાઈને ચળી જા
કે મસળાઈને મરી જા પણ સતત
ઊભાં છે ચપોચપ સરકતા વર્ધમાન
તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે
તારા મનના મિનારે: ટોળાં અવાજ ઘોંઘાટ
તારી જીભના ટેરવેઃ ટોળાં અવાજ ઘોંઘાટ
તારી પાંપણના પલકારે ટોળાં અવાજ ઘોંઘાટ
તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં
ટોળાં અવાજ ઘોંઘાટ
tolan awaj ghonghat
thiyetarni bahar phutpath par
rasta par bas tarminasman basman
tolan awaj ghonghat
hotalman bagichaman pul par nadi par
athDatan lathDatan
kyarek polan ane patlan
kyarek ghanishth nirandhr ha tolan awaj ghonghat
chhe haji aa hamnan ja chhutelan chhella shomanthi
dhime dhime chaltan laherman
ke saiklo par saraktan tin tin
ke skutar lai bhagtan ghunun
ke motroman saraktan ataktan bhagtan spiDman
ekbijanthi lagbhag alag, lagbhag sha mate? alag ja
saw ekbijanthi, bajuman ghasaine athDaine pasar
thatan howa chhatan alag ja, Dabal sawariman saikal par bethelan
ke rikshaman chipkine chapochap ke shlisht chaturbhuj
pan saw wishlisht ekbijanthi –
are potana manthi pan magajthi pan haththi pan
saw alag chaltan ataktan saraktan doDtan gatan hastan
jhaghaDtan bagaDtan gagaDtan
tolan awaj ghonghat
phutpatho par ja chhe shun rastao par ja chhe shun
tolan awaj ghonghat?
siDi par nathi dadarni? dukan par nathi kapaDni?
chhe chhe badhe chhe tolan awaj ghonghat –
sosaytiman tenament, epartmentman rauyal,
kauriDorman kamraman Drauingrumman storrumman beDrumman
bathrumman bariman teresman dhabaman
dharbi dharbine bharayan chhe kiDiyarani jem ubhrayan chhe
badhe ja badhe
ek kshan pan sarki shake chaski shake nahin ewa
chapochap satat awirat ekdharan wardhaman
tolan awaj ghonghat
rakhaDtan rakhaDtan bhastan bhinsatan chumtan chikhtan
gatan gabaDtan boltan bagaDtan wagtan wagaDtan
nachtan nasinktan paDtan pachhaDtan
matan matilan madmast chhakelan chhuti gayelan sakhalaDkhal
khakhaDtan ghaghartan ghortan ghurkiyan kartan patkatan
pachhDatan aDawaDtan aDiyal aghori agaDambagaDan
chenchuDan chor ghataki
babaDtan saw nirdosh balak jewan swair
labaDtan jhaD parthi limbli pimpli jewan
bholan –
pan kyarek wakartan chakartan aklatan athDatan
wal khaine ek thai jatan
martan toDtan bali nakhtan
shatashastr bahuothi atkawi deta yantrne adhwach
latkawi deta tantrne mantrni maDaganthman
kanthne ullanghine uchhalta unchkata janrashithi
tanaine tuti jaine chhotan chhotan thaine alag alag thaine
karoDo kanman weraine wahi gayelan manne
a ekathun karwani mathaman kone manDi chhe?
‘kanDi chhe, pleejh’
a biDi salagshe e ja chamatkar
jyotno tankho e ja chamatkar
dhumaDo nikalshe e ja chamatkar
dhumaDani ser skutarna dhumaDane chonti paDshe e ja chamatkar
chheenk khatun nak chamatkar, khansi khatun deDakun chamatkar
uth jag musaphir
tolan awaj ghonghatna aa sariyam ke wankachuka
paka ke dhuliya
wam ke dakshin rasta siway bijo koi rasto nathi
uth jag musaphir
kawyna wautartait kampartmentman pan
tari kalammanthi dhodhmar chhuti rahyan chhe tolan awaj ghonghat
tun
bebaklo thaine bhatkaine bhali ja
ke bagDine bali ja
ke gabDine gali ja
ke labDine lali ja
ke chagdaine chali ja
ke maslaine mari ja pan satat
ubhan chhe chapochap sarakta wardhaman
tara kagalna kanthe, tari ankhona oware
tara manna minareh tolan awaj ghonghat
tari jibhna terwe tolan awaj ghonghat
tari pampanna palkare tolan awaj ghonghat
tari baherashna kuwaman unDe unDe uchhaltan

સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008