રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું.
આ શેઢે છાંયો શ્વાસને ભરી દેતો,
સામે ઝમતો મોરિયો આંખને ઠારતો,
નીકની માટી–હથેલી માની.
અહીં ધૂણીના ધખારે
ફૂટપાથે ઓગળતા બરફ પાસે ઊભો છું.
સમયપત્રક મુજબની આગલી બસ
પસાર થઈ જાય છે ભરચક.....
કોઈ મોડી પડેલી બસ પોરો ખાવા ઊભી રહે છે.
લોકલ તો લોકલ
ચઢી જાઉં છું છેલ્લી ઘડીએ
આવકારવા રાજી નથી લાગતી કોઈ જગ્યા
બેસી જાઉં છું અડસટ્ટે
કે ઊભો રહું છું પીઠ ફેરવીને વારાફરતી.
કોઈકને જરૂર લાગે છે
મુસાફરમાંથી માણસ થઈ વાત કરવાની.
કોઈક ઓળખી કાઢે છે પીઠ પરથી.
પડોશીને કહી સંતોષ લે છે.
ત્યાં આગળ દોડતી રીક્ષા
કેરોસીનની ધૂણી ઓંકતી
બીજાં બધાં પ્રદૂષણો પર વિજય મેળવતી
વળી જાય છે ઢોળાવ બાજુ
શહેર છૂટતું નથી જલદી.
એમાંથી બહાર છટકી આવેલાં
સરહદી વૃક્ષો ડાળપાંખડીએ ઘવાયેલાં છે.
કુંપળ મારા મનમાંય ફૂટતી નથી,
શેઢે વાવેલા ગોટલાને ફૂટી હોય તો હોય.....
phutpath par ubha rahewano thak
khetarman kaam karine utarun chhun
a sheDhe chhanyo shwasne bhari deto,
same jhamto moriyo ankhne tharto,
nikni mati–hatheli mani
ahin dhunina dhakhare
phutpathe ogalta baraph pase ubho chhun
samaypatrak mujabni aagli bas
pasar thai jay chhe bharchak
koi moDi paDeli bas poro khawa ubhi rahe chhe
lokal to lokal
chaDhi jaun chhun chhelli ghaDiye
awkarwa raji nathi lagti koi jagya
besi jaun chhun aDsatte
ke ubho rahun chhun peeth pherwine warapharti
koikne jarur lage chhe
musapharmanthi manas thai wat karwani
koik olkhi kaDhe chhe peeth parthi
paDoshine kahi santosh le chhe
tyan aagal doDti riksha
kerosinni dhuni onkti
bijan badhan prdushno par wijay melawti
wali jay chhe Dholaw baju
shaher chhutatun nathi jaldi
emanthi bahar chhatki awelan
sarhadi wriksho DalpankhDiye ghawayelan chhe
kumpal mara manmanya phutti nathi,
sheDhe wawela gotlane phuti hoy to hoy
phutpath par ubha rahewano thak
khetarman kaam karine utarun chhun
a sheDhe chhanyo shwasne bhari deto,
same jhamto moriyo ankhne tharto,
nikni mati–hatheli mani
ahin dhunina dhakhare
phutpathe ogalta baraph pase ubho chhun
samaypatrak mujabni aagli bas
pasar thai jay chhe bharchak
koi moDi paDeli bas poro khawa ubhi rahe chhe
lokal to lokal
chaDhi jaun chhun chhelli ghaDiye
awkarwa raji nathi lagti koi jagya
besi jaun chhun aDsatte
ke ubho rahun chhun peeth pherwine warapharti
koikne jarur lage chhe
musapharmanthi manas thai wat karwani
koik olkhi kaDhe chhe peeth parthi
paDoshine kahi santosh le chhe
tyan aagal doDti riksha
kerosinni dhuni onkti
bijan badhan prdushno par wijay melawti
wali jay chhe Dholaw baju
shaher chhutatun nathi jaldi
emanthi bahar chhatki awelan
sarhadi wriksho DalpankhDiye ghawayelan chhe
kumpal mara manmanya phutti nathi,
sheDhe wawela gotlane phuti hoy to hoy
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 284)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004