ફોલ્ડિંગ ખુરશીઓ
Folding Khurashio
ગુન્ટર ગ્રાસ
Gunter Grass
ગુન્ટર ગ્રાસ
Gunter Grass
આ ફેરબદલીઓ કેવી કરુણ હોય છે.
લોકો તેમના બારણા પરથી નામનાં પાટિયાં કાઢી નાખે છે,
શાકનો વાડકો ઉઠાવી લે છે
અને પાછો સગડી પર મૂકે છે, બીજી જગ્યાએ.
આ કઈ જાતનું ફર્નિચર છે
કે તેના જવાની જાહેરખબર થાય છે?
લોકો તેમની ફોલ્ડિંગ ખુરશીઓ લઈ લે છે
અને ચાલી નીકળે છે પરદેશ.
વહાણો ‘ઘરની યાદ’ના ભારથી લદાયેલાં છે અને ઉલ્ટી કરવાની ઇચ્છા થાય છે
લઈ જાય છે ‘ֹપેટન્ટેડ’ બેસવા માટેનાં યંત્રો
અને ‘અનપેટન્ટેડ’ માલિકો
આવ-જા કરવા માટે.
હવે વિશાળ દરિયાની બેઉ બાજુએ
ફોલ્ડિંગ ખુરશીઓ છે;
આ ફેરબદલીઓ કેવી કરુણ હોય છે.
(અનુ. દિનેશ દલાલ)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
