khissane khune ghateli ghatna - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખિસ્સાને ખૂણે ઘટેલી ઘટના

khissane khune ghateli ghatna

રમણીક અગ્રાવત રમણીક અગ્રાવત
ખિસ્સાને ખૂણે ઘટેલી ઘટના
રમણીક અગ્રાવત

ખિસ્સામાં એક વરિયાળીનો દાણો

કંઈ દિવસથી પડી રહેલો

એકલખૂણે સડી રહેલો

મમળાવ્યો મારી આંગળીઓએ

ખિસ્સામાં એક વરિયાળીનો દાણો.

અડે ટેરવે જરીક ત્યાં તો

જીભ લગી ગંઘફૂરાટે ચઢે

આંગળીએથી ચડતો ચડતો ચડતો ચડતો

મનની જોડે હળે

વરિયાળીનો દાણો.

ક્યારેક કોઈ સુખ ભોગવતાં

કદીકની કોઈ પળ ચગળતાં

રહી ગયો છેટો,

ભેગો ભેગો દળાઈ જાત

ભેગો ભેગો ચળાઈ જાત

રહી ગયો જરીક સુખની બહાર

જોઉં તો કોઈ નથી નિશાની એણે રાખી

ચોખ્ખોચણાક જરીક જેટલો નકરો નકરો દાણો

તો વરિયાળીના દાણા જેવો દાણો

મમળાવે મારી આંગળીઓને

આખે-આખો ઝાલી ગંધમાં

ચુપચાપ ક્યાંય ફંગોળે મને......

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 415)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004