hun tari runi nathi - Free-verse | RekhtaGujarati

હું તારી ઋણી નથી

hun tari runi nathi

લતા હિરાણી લતા હિરાણી
હું તારી ઋણી નથી
લતા હિરાણી

હું તારી ઋણી નથી

પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે

હું તારી ઋણી નથી

મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે

હું તારી જરાય ઋણી નથી

મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે

હું તારી સ્હેજ પણ ઋણી નથી

મને ભરચક પ્રેમ આપવા માટે

પણ હવે કદાચ છું

હા, પૂરેપૂરી ઋણી છું

એકલાં કેમ જીવાય શીખવવા માટે.

સ્રોત

  • પુસ્તક : ઝળઝળિયાં (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : લતા હિરાણી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2015