dwij - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યારે હું નાનો હતો

ભાઈભાંડુઓને અંદરઅંદર લડાવીને

ખાઈ જતો રોટલીનો મોટો હિસ્સો

એકલપેટો

હું બ્રાહ્મણ હતો.

થયો સહેજ મોટો

કરતો થયો બળજબરી

ધોલધપાટ ને મારામારીમાં પ્રવીણ

નિર્દયતાનો અવતાર

લૂંટારો

હું ક્ષત્રિય હતો.

પછી જરી મોટો થયો

પડાવી લેવા અન્યનું

સરળતાથી, સસ્તામાં શીખ્યો.

થયો નિપુણ શોષણની યુક્તિપ્રયુક્તિઓમાં.

નફરખંધો

હું વૈશ્ય હતો.

હવે બન્યો પરિપક્વ

ઊભો થયો મારા પગ ઉપર,

અને સમજ્યો સ્વાવલંબનનું સત્ય.

મહેનતકશ

હું શુદ્ર બન્યો,

હું દ્વિજ બન્યો,

હું માણસ બન્યો.

સ્રોત

  • પુસ્તક : મશાલ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • પ્રકાશક : જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1987