mrityu ha ek karakunanun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૃત્યુ : એક કારકુનનું

mrityu ha ek karakunanun

વિપિન પરીખ વિપિન પરીખ
મૃત્યુ : એક કારકુનનું
વિપિન પરીખ

હું જાઉં તો જગતમાં થોડોક ફરક પડશે

એવં અભિમાન હવે નથી રહ્યું.

એક દિવસ

દુનિયાની કાયાપલટ કરવાની

હોંશ લઈ વાળેલી અક્કડ મુઠ્ઠી

દુનિયાદારીથી ભીંજાઈ હવે પોચી થઈ છે.

જે બસમાં હું રોજ મુસાફરી કરું છું

101 નંબરમાં

મારી બેઠક ખાલી નહીં રહે.

ઑફિસમાં

ગોદરેજની ખાલી પડેલી ખુરશી માટે

ટાંપીને બેઠેલો ક્લાર્ક

સાહેબની આજુબાજુ પૂછડી પટપટાવશે.

કહેશે : “મિસ્ટર શાહ ઘણા પરગજુ હતા.

પણ ભલા, એક ક્લાર્ક ખાતર

ઑફિસ બંધ થોડી રાખી શકાય છે?

બપોરે ટી ટાઇમમાં

ભટ્ટ ટેબલ ઉપર નજર ફેરવશે.

હું નહીં હોઉં

ને

રજિસ્ટરમાંથી મારું નામ કાઢી નાખશે.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975