Dhephabhai ane dagaDbe’na - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઢેફાભાઈ અને દગડબે’ન

Dhephabhai ane dagaDbe’na

કાનજી પટેલ કાનજી પટેલ
ઢેફાભાઈ અને દગડબે’ન
કાનજી પટેલ

ઢેફાભાઈ અને દગડેબે’ન

લાકડાના ઘોડે રમે

માટીનાં કેળવ્યાં કેળવાયાં

માના શબદ મંતર કરી જાળવે

હવે

ઢેફાભાઈ અને દગડબે’નને

કોઈ નહિ જીતી શકે

ઢેફાભાઈ પિંડ થઈને

ચાકડે ઘૂમે

ગાગર કે ઘડો

જે થાય તે

દગડબે’ન કૂદે કાંઈ કૂદે

કૂદે કે અગ્નિ પ્રજળે

દુનિયા આખીને સળગાવી

ઘડો કે ગાગર કે

બેયને પકવે

એની વધેલી રાખથી

હા, રાખથી

ફરી બધું જાગે છે

વારતા વળી મંડાય છે.

સ્રોત

  • પુસ્તક : દેશ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : જોય બર્ક ફાઉન્ડેશન, અમદાવાદ
  • વર્ષ : 2018