bhimni ukti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભીમની ઉક્તિ

bhimni ukti

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
ભીમની ઉક્તિ
રઘુવીર ચૌધરી

સહદેવ, અગ્નિ લાવ

જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી

હાથ હું બાળી નાખું.

ભલે હોય મોટાભાઈના.

જાતને હારનાર

બીજાને હોડમાં મૂકે મને મંજૂર નથી.

સહદેવ, અગ્નિ લાવ,

હું આખી દ્યુતસભાને સળગાવી દઉં.

સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને

પ્રકાશમાં પલટાવી દઉં.

પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી.

અહીં આશ્રિત બનેલો ધર્મ

અંધાપાને અનુકૂળ વર્તી રહ્યો છે.

શાંતિના નામે હું દાસ નથી રહેવાનો.

હું અધર્મની છાતી તોડીશ.

સહદેવ, તારું સત્ય લાવ,

એને હું મારા બળમાં પ્રગટાવીશ.

સ્રોત

  • પુસ્તક : વહેતાં વૃક્ષ પવનમાં (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1984