Doshi - Free-verse | RekhtaGujarati

ડોશીને લાગ્યું કે

એનો અન્ત હવે નજીક છે

ત્યારે ચૂપચાપ ઊભી થઈ,

કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં

વાંસનાં ચાર લાકડાં

અને કાથીનું પીલ્લું

નીચે લઈ આવી

બાંધી દીધી

એની પોતાની

એક નનામી.

બે મહિના પહેલાં

પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને

તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી

એણે બાંધ્યાં નનામીને ચાર ખૂણે

નાડાછડીથી

મંગળિયો કુંભાર ગયા મહિને આપી ગયેલો

કોરી માટલી કાઢી

એમાં મૂક્યાં એણે બે છાણાં

ને છાણાં પર મૂક્યો દેવતા

એના પતિએ હુકો ભરીને

ચૂલામાં રહેવા દીધેલો એ.

પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં

પહેરીને સૂઈ ગઈ

નનામી પર.

સૂતાં સૂતાં એણે કલ્પના કરી

એની આસપાસ એના ત્રણેય દીકરા

બીજી જદ્યાએ લગાડલા.

બધ્ધું બાપા કરતા હતા એમ કરેલું.

તો પણ કોણ જાણે કેમ

ઘોડો જરા ત્રાંસો બન્યો.

ઘોડો બનાવતી વખતે મેં બાપાની જેમ

કાન પર પેન્સિલ નથી ખોસી

એટલે તો આવું નહીં થયું હોય ને

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગશ પટેલ
  • પ્રકાશક : એન.એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ
  • વર્ષ : 2015