રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાખ તમારાં ઠીબાં ઠીકરાં
કાચ કચકડાનાં. લાવ જરી
દેખાડ અલ્યા એ ધૂળિયું ફળિયું.
રોટલાના સુક્કા બટકા જેવો છેવાડો
ઓટલો શેરીને નાકે.
ત્યાં સહિયર સાથે કૂકા રમતાં'તાં.
સંધ્યા ટાણે
ફાનસની ચીમની
રાખોડીથી ઘસી ઘસીને ચકચકતી કરતાં'તાં.
ચાંદીની પ્યાલીને તળિયે
ઘી દીવડાની મેશ ઝીલીને
આખા ફળિયાને આંજી'તી.
હશે.
જો કૂવાના થાળાથી સામે જઈએ
તો માસ્તરનું ફળિયું આવે.
ત્યાં જ ટેનપોશ્ટની ચાર ચકલીઓ.
માસ્તરના ફળિયાથી આગળ. જીવકોરમાશીનું
એની સામે લૂલાગોરનું, ત્રાંસમાં મંછા વઢકારીનું
પણે ફોજદારનું, ખૂણામાં દાજીનું
એમ ફળિયાં આવે.
જોને કેમ કરું તો ય આ ઝળઝળિયાં આવે.
જાડું ઝીણું કણકી કોરમું હાથે દળતાં'તાં
એ ઘંટીના પથરા
આ જોને કોક છાતી પર મેલે.
જો તારામંડળનું બાકસ છે ત્યાં તાકામાં
એ તારું.
આ પરોઢિયામાં કોણ અલ્યા આગળિયો ઠેલે.
જા ઉઘાડ ઝટ કર ખોલ ખડકીનો ઝાંપો.
rakh tamaran thiban thikran
kach kachakDanan law jari
dekhaD alya e dhuliyun phaliyun
rotlana sukka batka jewo chhewaDo
otlo sherine nake
tyan sahiyar sathe kuka ramtantan
sandhya tane
phanasni chimni
rakhoDithi ghasi ghasine chakachakti kartantan
chandini pyaline taliye
ghi diwDani mesh jhiline
akha phaliyane anjiti
hashe
jo kuwana thalathi same jaiye
to mastaranun phaliyun aawe
tyan ja tenposhtni chaar chaklio
mastarna phaliyathi aagal jiwkormashinun
eni same lulagoranun, transman manchha waDhkarinun
pane phojdaranun, khunaman dajinun
em phaliyan aawe
jone kem karun to ya aa jhalajhaliyan aawe
jaDun jhinun kanki koramun hathe daltantan
e ghantina pathra
a jone kok chhati par mele
jo taramanDalanun bakas chhe tyan takaman
e tarun
a paroDhiyaman kon alya agaliyo thele
ja ughaD jhat kar khol khaDkino jhampo
rakh tamaran thiban thikran
kach kachakDanan law jari
dekhaD alya e dhuliyun phaliyun
rotlana sukka batka jewo chhewaDo
otlo sherine nake
tyan sahiyar sathe kuka ramtantan
sandhya tane
phanasni chimni
rakhoDithi ghasi ghasine chakachakti kartantan
chandini pyaline taliye
ghi diwDani mesh jhiline
akha phaliyane anjiti
hashe
jo kuwana thalathi same jaiye
to mastaranun phaliyun aawe
tyan ja tenposhtni chaar chaklio
mastarna phaliyathi aagal jiwkormashinun
eni same lulagoranun, transman manchha waDhkarinun
pane phojdaranun, khunaman dajinun
em phaliyan aawe
jone kem karun to ya aa jhalajhaliyan aawe
jaDun jhinun kanki koramun hathe daltantan
e ghantina pathra
a jone kok chhati par mele
jo taramanDalanun bakas chhe tyan takaman
e tarun
a paroDhiyaman kon alya agaliyo thele
ja ughaD jhat kar khol khaDkino jhampo
સ્રોત
- પુસ્તક : યાત્રાપર્વ (પૃષ્ઠ ક્રમાંક 66)
- સર્જક : પ્રમોદ ઠાકર ‘કૃષ્ણાદિત્ય’
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2003