Pratibimbni Pankti - Free-verse | RekhtaGujarati

પ્રતિબિંબની ઉક્તિ

Pratibimbni Pankti

ધીરુ પરીખ ધીરુ પરીખ
પ્રતિબિંબની ઉક્તિ
ધીરુ પરીખ

હે બિંબ,

આપણે કેટલાં નિકટ આવતાં જઈએ છીએ!

જે તારામાં છે તે બધું મારામાં છે-

એક મસ્તિષ્ક

બે હાથ

બે પગ

સકલ રૂપરંગ!

વાસ્તવમાં તો તું ઝંખે છે

મને તારામાં સમાવવા.

અને માટે તો

તું નજીક અતિ નજીક

વધુ અને એથીયે વધુ નજીક

સરતું આવે છે.

હમણાં એક થઈ જઈશું આપણે જાણે!

લો, તેં મને તારામાં સમાવી...

અરે! પણ કોઈ દર્પણ તો ફોડો...!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ