Kone Kahyu? - Free-verse | RekhtaGujarati

કોણે કહ્યું?

Kone Kahyu?

મનહર જાની મનહર જાની
કોણે કહ્યું?
મનહર જાની

કોણે કહ્યું કે મારે આંખો છે?

જો મારે આંખો હોત

તો ગઈકાલે

ફ્લાવરવૉઝમાં ફૂલો ગોઠવતી વખતે

હું કરમાઈ ગયો હોત

કે વેરાઈ ગયો હોત

ખડકોની છાતીમાં માથા ઠોકતા

સમુદ્રને જોઈને

અથવા

તરડાઈ ગયો હોત

દર્પણમાં મારો ચ્હેરો જોઈને

કે પછી ઓગળી ગયો હોત

ક્યારનોય

મૃતપત્નીનાં છેલ્લા શ્વાસોમાં...

મારે આંખો નથી મિત્રો,

પોપચાંની કોથળીમાં તો

ઠીકરીઓ ભરી છે ઠીકરીઓ!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ