૧
સોય-દોરો લે, મારું ખમીસ સાંધવાનું છે.
બાકી પાસે નેતરની ખુરશીમાં બેસ,
તારા અરીઠે ધોયેલા વાળમાં સવારનો તડકો પડે, એમ.
આંખો બીડી તને જોઈ શકું. એ રીતે બેસ.
ભૂરા રંગની રીલ લે, દોરો તારા હોઠ વચ્ચેથી પસાર કર.
એનો રંગ બદલી નાખ.
ખમીસનું કાપડ તારા ઘૂંટણ પર મૂકી, સળ વગરનું કરી, બરાબર જો.
નેતરની નાનકડી પેટી ખોલી
બટન પસંદ કર,
પેટી બંધ કરી, પછી મારી સામે જો.
દોરો, ઘૂંટણ, ખમીસ, ખુરશી, બટન, બારી, તડકો અને હું
બરાબર મૅચ થતાં તને લાગે.
એના જેટલું મહત્ત્વનું મારે માટે અત્યારે બીજું કશું જ નથી.
સોયમાં દોરો પરોવ. મારું ખમીસ સાંધી દે.
૨
મારાં ચશ્માં ખોવાઈ ગયા છે, ગોતી દે.
પૂછપૂછ ના કર. મને યાદ નથી. છેલ્લે હું કાંઈ વાંચતો નહોતો.
છેલ્લે તો તને જોઈ’તી.
તું પગથિયાં ચઢીને જતી’તી.
પછી તું વળાંક પાછળ ચાલી ગઈ.
આ ચશ્માં વગર ફાવતું નથી, ક્યારનું.
તને હજાર કામ છે, એની ખબર છે મને, સમજી?
પણ ચશ્માં વગર હું ચશ્માં કેવી રીતે ગોતું એ કહેશે?
વાતો ના કર.
તારાં હજાર કામ પડતાં મૂકીનેય આવ.
ત્યાં જ ક્યાંક હશે, પગથિયાં પાસે
કે વળાંકની સ્હેજ જ આગળ.
વાર ના કર. આવ.
ચશ્માં જો ત્યાં જ ક્યાંક જડે, તો લેતી આવ.
પૂછપૂછ ના કર. ગોતી દે ને પછી પહેરાવી દે.
ને પછી તારાં કામ કર, હજાર, પણ આ જ ઓરડામાં,
તું દેખાયા કરે એ રીતે.
૩
રસોડામાં ચૂલો પેટાવ, કણક બાંધી વઘાર કર, ચાંગળામાં પાણી લઈ
ધીમે ધીમે આંચ પકડતી મારી ચિતા પર છાંટ.
એ કાંઈક ભૂલથી ચેતાવાઈ છે.
બાજુના રૂમમાં તું છે.
ગઈ કાલે ધોયેલાં મારાં કપડાંની ગડી વાળે છે.
મારા ખમીસના સળ સીધા કરતી તારી હથેળીનું હૂંફાળું વજન
મારી છાતીને શ્વાસ લેતી કરે છે.
બાજુના રૂમની બારી ઉઘાડ.
પરસાળમાં પડેલાં બૂટ-ચંપલ સરખાં ગોઠવ.
આપણા કંપાઉન્ડ સામેનું દૂધનું બૂથ ઊઘડ્યું કે નહીં, એ જોવા
એક નજર કર.
આઈ.સી.યુ.માંથી આજે મને છુટ્ટી આપવાના છે.
કંટાળાભરી ને થકવી નાખતી મુસાફરી કરી
આપણે ઘણે વખતે ઘેર આવ્યા છીએ.
તું થાકી છે, હમણાં જ તારો માસિક સ્રાવ શરૂ થયો છે,
ને તારી પાસે નેપકિન્સ નથી.
મૂંઝા નહીં.
મારા જૂના ખમીસને કબાટમાંથી કાઢ, એ સ્વચ્છ છે, એને ફાડ,
તને ઠીક લાગે એ ભાગમાંનું એનું કાપડ તારા શરીર પર ગોઠવ.
આરામ કર.
હું બજારમાં જઈ સીધુંસામાન લઈ આવું.
આજે ટિફિન લાવી નથી ખાવું, પછી હું તને મારી છાતી પર
થાબડીને ઉંઘાડી દઈશ.
હમણાં તો તું રસોડામાં ચૂલો પેટાવ, કણક બાંધ, વઘાર કર,
ચાંગળામાં પાણી લઈ મારી કજળતી ચિતાને ટાઢી કર.
(જૂન, ૧૯૯૫)
1
soy doro le, marun khamis sandhwanun chhe
baki pase netarni khurshiman bes,
tara arithe dhoyela walman sawarno taDko paDe, em
ankho biDi tane joi shakun e rite bes
bhura rangni reel le, doro tara hoth wachchethi pasar kar
eno rang badli nakh
khamisanun kapaD tara ghuntan par muki, sal wagaranun kari, barabar jo
netarni nanakDi peti kholi
batan pasand kar,
peti bandh kari, pachhi mari same jo
doro, ghuntan, khamis, khurshi, batan, bari, taDko ane hun
barabar mech thatan tane lage
ena jetalun mahattwanun mare mate atyare bijun kashun ja nathi
soyman doro parow marun khamis sandhi de
2
maran chashman khowai gaya chhe, goti de
puchhpuchh na kar mane yaad nathi chhelle hun kani wanchto nahoto
chhelle to tane joi’ti
tun pagathiyan chaDhine jati’ti
pachhi tun walank pachhal chali gai
a chashman wagar phawatun nathi, kyaranun
tane hajar kaam chhe, eni khabar chhe mane, samji?
pan chashman wagar hun chashman kewi rite gotun e kaheshe?
wato na kar
taran hajar kaam paDtan mukiney aaw
tyan ja kyank hashe, pagathiyan pase
ke walankni shej ja aagal
war na kar aaw
chashman jo tyan ja kyank jaDe, to leti aaw
puchhpuchh na kar goti de ne pachhi paherawi de
ne pachhi taran kaam kar, hajar, pan aa ja orDaman,
tun dekhaya kare e rite
3
rasoDaman chulo petaw, kanak bandhi waghar kar, changlaman pani lai
dhime dhime aanch pakaDti mari chita par chhant
e kanik bhulthi chetawai chhe
bajuna rumman tun chhe
gai kale dhoyelan maran kapDanni gaDi wale chhe
mara khamisna sal sidha karti tari hathelinun humphalun wajan
mari chhatine shwas leti kare chhe
bajuna rumni bari ughaD
parsalman paDelan boot champal sarkhan gothaw
apna kampaunD samenun dudhanun booth ughaDyun ke nahin, e jowa
ek najar kar
ai si yu manthi aaje mane chhutti apwana chhe
kantalabhri ne thakwi nakhti musaphri kari
apne ghane wakhte gher aawya chhiye
tun thaki chhe, hamnan ja taro masik sraw sharu thayo chhe,
ne tari pase nepkins nathi
munjha nahin
mara juna khamisne kabatmanthi kaDh, e swachchh chhe, ene phaD,
tane theek lage e bhagmannun enun kapaD tara sharir par gothaw
aram kar
hun bajarman jai sidhunsaman lai awun
aje tiphin lawi nathi khawun, pachhi hun tane mari chhati par
thabDine unghaDi daish
hamnan to tun rasoDaman chulo petaw, kanak bandh, waghar kar,
changlaman pani lai mari kajalti chitane taDhi kar
(joon, 1995)

સ્રોત
- પુસ્તક : વખાર (પૃષ્ઠ ક્રમાંક 33)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009