a bodhaktha - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘેટું નદીએ પાણી પીતું હતું.

ક્યાંકથી વરુ

એની બાજુમાં આવીને ઊભું.

અને પાણી પીવા લાગ્યું.

ઘેટું દમામથી કહે:

જરા છેટું રહે છેટું

તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.'

વરુ હેબકાઈ ગયું.

એણે જોયું કે

ધ્રૂજવાની વાત તો બાજુએ રહી

ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,

લાલ આંખે એની તરફ તાકતું હતું.

વરુએ આંખ ઉઘાડબંધ કરી

પણ કોઈ ફેર પડ્યો નહીં

ઘેટાને જુએ ને વાઘ દેખાય.

ટટાર ઘેટાની બાજુમાં

વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન ૧૯૯૩ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1994