ekwismi sadi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એકવીસમી સદી

ekwismi sadi

ચંદ્રા શ્રીમાળી ચંદ્રા શ્રીમાળી
એકવીસમી સદી
ચંદ્રા શ્રીમાળી

અઢારમી સદીએ આળસ મરડી છે

એકવીસમી સદી આવી પહોંચી છે

શાનમાં સમજો તો સારું

નારી થકી છે નવસર્જન

નારી નથી તો, વિશ્વવિસર્જન

શીશ ઝુકાવી કરો વંદના એની

દુર્ગા, કાલી, રાણી ઝાંસીની છે

દયા, કરુણાને પવિત્ર ચાહનાની

મંગલકારી મૂરત, હિતકારી છે

નથી હવે કોઈનાં પગનું જૂતું

એટલું કહી અહીં અટકું છું હું

દહેજ દૂષણ, અન્યાયની સામે

તાતી તીક્ષ્ણ તલવાર છે

આજની નારી! સ્વમાની નારી!

નથી કોઈની સામે કદી ઝુકનાર

અત્યાચારી આતતાયીની

કરશે જિગરથી કત્લેઆમ

સ્ત્રીને છંછેડવામાં સાર નથી

દીકરાને ભલે ગણો ઘરનો મોભ

દીકરી આંબે આભનો મોભ

એકવીસમી સદીની આશા મોટી

દીકરી છે બે કૂળની જ્યોતિ

દીકરી છે બે કૂળની જ્યોતિ...

નવસર્જનની નજરે જોતી!