dalit kavinun vasiyatnaamun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દલિત કવિનું વસિયતનામું

dalit kavinun vasiyatnaamun

જયન્ત પરમાર જયન્ત પરમાર
દલિત કવિનું વસિયતનામું
જયન્ત પરમાર

દલિત કવિ પોતાની પાછળ

શું શું મૂકી જાય છે

રક્તથી ખરડાયેલ કાગળ

રાત્રિના માથા પર કાળો સૂર્ય

કલમની નિબ પર આગનો દરિયો

પૂર્વજોએ રક્તમાં સળગાવેલ ચિંગારી

નથી કરતો તમારા પર આક્રમણ

રૂપકોનાં

ઉપમાઓનાં

વ્યક્તિત્વનાં

ગર્દભની પીઠ પરનો ભાર

પોતે છે ઘાયલ પડછાયો

કોઈ અસ્તિત્વ નથી એનું

કોઈ ફર્ક નથી

તૂટેલા કપમાં અને એનામાં

ગોબર માટીની તસવીર બનાવનાર

એટલી સમજ તો છે એનામાં

રેતઘડીમાં, શરણાર્થી માટીની ગંધમાં

વિદ્રોહના સૂર્યમુખીમાં

કલમની અણી અને ખડિયાની કાળી

સ્યાહીમાં

કળા છે સહીસલામત

પરંતુ હવે એને શોધ છે પોતાની

બહુ ગર્વથી કહે છે :

પોતાને દલિત!

સ્રોત

  • પુસ્તક : દલિતસાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010