hun bhangi chhun, saphai kamadar chhun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું ભંગી છું, સફાઈ કામદાર છું

hun bhangi chhun, saphai kamadar chhun

રાજુ સોલંકી રાજુ સોલંકી
હું ભંગી છું, સફાઈ કામદાર છું
રાજુ સોલંકી

હું ભંગી છું, સફાઈ કામદાર છું.

સાક્ષરો, આજે મારા ઝાડુથી

તમારાં અવાવરૂ ભેજાં સાફસુથરાં કરવાનો છું.

સદા જાળવ્યું છે તમે કલાત્મક અંતર,

માત્ર સાહિત્યમા; જીવનમાં પણ:

આજે અંતરને હંમેશને માટે મિટાવી દેવોનો છું.

તમારા ઉજળિયાત સાહિત્યને ઉજળું બનાવવાનો છું.

હું ભંગી છું, સફાઈ કામદાર છું.

ઉચ્છિષ્ટ, ક્લિષ્ટ વિચારો તમારા

વાળીઝૂડીને ખડક્યો છે ઊંચો

વ્યાકરણથીય દુર્બોધ ઉકરડો.

હવે છાંટી ફિનાઇલ એને સળગાવી મૂકવાનો છું.

હું ભંગી છું, સફાઈ કામદાર છું.

સાક્ષરો, આજે મારા વાળુથી

તમારી અનુભૂતિની ભૂખ ભાંગવાનો છું.

સ્રોત

  • પુસ્તક : મશાલ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • પ્રકાશક : જાતિ નિર્મૂલન સંકલન સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1987