Dughun melya - Free-verse | RekhtaGujarati

ડૂઘું મેલ્ય...

Dughun melya

હરીશ મંગલમ્ હરીશ મંગલમ્
ડૂઘું મેલ્ય...
હરીશ મંગલમ્

જીવડ્યા હિન્દુઓનો ધર્મસિદ્ધાંત (?)

છતાંય

ભોજપરા બને ભોગપરા

ને રોજની જેમ

દલિત હત્યા બની ગઈ છે

ફૂકડી-મૂકડીનો ખેલ

‘સ્ત્રી માત સમાન’-ની ઋચાઓ રટી

ગંગા-જમનાના સ્તન કપાય છે અહીં

એક પછી એક પછી અનેકના...

અને બચ્ચારો હિમાલય

ઉન્નતભ્રૂ ઊભો છે યુગથી

કાળા સૂરજમાંથી વરસતા ઘોર અંધાર સામે...

એની

પગતળેટીમાં

કેટલાંય નિઃસહાય દલિતો

લટકાવાય છે, અસ્પૃશ્યતા, અનામતના માંચડે.

આમ

જલ્લાદોની છત વરતાય છે અહીંયાં

છતાંય

લોકો કહે છે કે :

“ગાંધીની ગુજરાતમાં જલ્લાદ મળતો નથી!!”

હે, હિમાલય

મૂક સાક્ષી બનીને ક્યાં લગ ઊભો રહીશ?

મૌન દરવાજા તોડી નાખ

તારા પગતળે કચડી નાખ