chetjo - Free-verse | RekhtaGujarati

caution–ચેતજો...

વીજળીનું દબાણ 460 વોલ્ટ...

* * *

દર 24 કલાકે એક શુદ્ધ શ્વાસનો અંત

દર વસંત-ઋતુ એક હત્યાકાંડ

શ્રમ ભીખતો માનવ હાથ-લીરે લીરામાં રઝળે યૌવન પીંખાતી અસ્મિતા

કન્યાનો કૌમાર્ય ભોગ-કાળા લોહીના કુવારા છતાં

આકાશ ચૂપ...પૃથ્વી ચૂપ...ચૂપ સૌ જીવજંતુ.

ઠામ ઠામ પાણી માટે ભટકે પડછાયા!

સર્વત્ર બાળ ચીસ–

અમદાવાદમાં એસ. સી. અને ખડોલમાં વહવાયાં.

એક રિઝર્વેશન ને અનંત હત્યાકાંડ.

એક બટકું રોટલો ને ઊઘાડો તાપ.

* * *

ચેતવવો હતો ને,

ત્યારે કે, જ્યારે હું ગર્ભસ્થ હતો.