chupchap - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચૂપચાપ

chupchap

શ્યામ સાધુ શ્યામ સાધુ

છેવાડેના માણસની

છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે

યક્ષ આગળ બેઠેલા જણનાં

મૂલાધારચક્રમાંથી

છઠ્ઠી ઇન્દ્રિય જાગૃતિ થશે ત્યારે ત્યાં

મણિકર્ણિકાઘાટ પર થશે

જયઘોષ હ્રીમ હ્રીમનો,

છેવાડેના માણસની

છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે...

પેલાં બહુ બોલકાં

આગળના જાતિવાચક જણો

છેવાડે આવીને ઊભા હશે

ચૂપચાપ!

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987