grehaunD basman ek rate - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગ્રેહાઉન્ડ બસમાં એક રાતે

grehaunD basman ek rate

ઉશનસ્ ઉશનસ્
ગ્રેહાઉન્ડ બસમાં એક રાતે
ઉશનસ્

ઊંઘેટ્ટી તે સહપ્રવાસિની છેવટે ઢળી પડી

મારા સ્કંધ ઉપર, ઊંઘમાં અવશ,

મેં એને ઝીલી લીધી મારા ખભે સહજ

કોઈ એક મોટા ખીલેલા ચંદ્રમુખી ફૂલ જેમ;

કદાચ એને સ્વજનને ખભે

ઢળી પડી આમ ઊંઘવાની ટેવે હોય;

હું એને ચૂમી શક્યો હોત

એટલી તે નજીક, એનું ઉત્તમાંગ એટલડું

મારા શ્વાસોની નિકટ, અને વળી રાત...

પણ એવા સૌભાગ્ય માટે

મારે હજી કેટલીય વાર મરી જવું પડે,

હું એને સોહાગ રાત્રે આમ....

પણ તે માટે મારે હજી લેવા પડે કેટલાય જન્મ...,

મને ચાહતી નથી જ;

મને ચાહે માટે તો હજી લેવા પડે મારે કેટલાય જન્મ...

અત્યારે તો આટલુંય ઘણું;

ભલે થોડીક ક્ષણો ધન્ય થાય મારું પુરુષપણું,

સુંદર નાજુક ભાર મારે તો બાજુબંધ

ધારી રહે ભલે થોડી વાર મારો પુરુષનો સ્કંધ.

(૧૬-૩-૭૭)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 622)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996