shetarna montini mhonkon - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શેતરના મોંટીની મ્હોંકોંણ

shetarna montini mhonkon

શંકર પેઇન્ટર શંકર પેઇન્ટર
શેતરના મોંટીની મ્હોંકોંણ
શંકર પેઇન્ટર

સાંજના વાળુ કરીને

છેક ભળભાંખળા લગ

પોષની કડ્કડ્તી ટાઢ્યમાં

ફોંનસ ના ટમ્ટમતા અજવાળે

આશીરાત ફડ્ફડ્તા કાળજે થર્થર્તો

પોંણોત્ માં મંડ્યો’તો

ઉઘાડા પજે ઢેંચણ ઢેંચણ ગારામાં

વાંકા વળી

પાવડા નઅ અનઅ બાવડાનઅ

પળપળ પણ જંપવા દીધા નોં’તા!

તાંણ મારી કેડ્યોના મંકોડાય્

જવાબ આલી જ્યા...

કૂકડો બોલ્યો બોલ્યો

માંડ મુએ ઢાંકણાં વાસ્યો

તરત

હોમાં શેઢેથી

શેતરના મોંટીની પાસી મ્હોંકણ્ મંડઈ

મારા અકડઈ જેલા હાડકાય,

પણ પાહુ ફરવાની મન્તો ના પાડસ્!

ઈને તો હોંમા શેઢથી ગાળોની છોળો ઉડાડી

કેસ્ “આ ભેંશોને આંયથી આઠ ગઉ આઘા ગોંમે,

દિયોર્ હાલન્ હાલ મેલી આય્

નકર તારું ચોંમડુ ઉતૈ’ડી નાસે!”

ઉપરવાળા

ચ્યા જનમના પાપે તું અમોને

દોઝખમાં નાસ્યા સ્

હવ્ તો લગી...ર..ય..જીરવાતું નથ્ય.

સ્રોત

  • પુસ્તક : હાચ્ચે હાચ્ચુ, બોલનઅ ફાડ્યા? (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સર્જક : શંકર પેન્ટર
  • પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
  • વર્ષ : 2010