
અલ્યા શઉકારો,
એક તો તમારું શેતર શેઢું
બળધીયું મર ઈન્ય તોંણું
કોહ ફાટ્ટ તાંણ થીંગડું દઉં
તમારી બાયડીની સપાટો અને જોડા હાંધુ!
દાડીયો થઈનેય્ તમન દોંણા ભેળા કરૂં
હારૂં લગાડવા ઈમણીમય
તમારી ભૈંઠ વગરની વાતમાં
હી...હી...હી...કરૂં
હોમા આવો, એટલ્ અવળો ફરીને આઘો ખહું.
તમન્ માશો બમણેલાનય્ ઘણા માંનથી બોલાવું!
પાસો,
તમારાથી બીયઈન્ મ્હાંય મૂતરી જઉં!
મારા ભઈલાંનો એક નંબરનો દશમન થૈ
અમારી માંયલી વાતો તમન્ પરોણે આલી જઉં!
તોય પેલા દાડે,
મુંયે કદીય ના ભાળેલી અનોમત
– એ તો કાળી-ગોરી, જાડી-પાતળી, લોંબી ટૂંકી
ખબર નહીં!
એવી અજબગજબની અનામતો હળગાવવા/હટાવવા
તમારા વકરી જેલા વાંદરાઓન્
ફૂલવાડામાં મોકલતઅ
તમન્ લગીરેય્ શરમ નાયી
ભઠ્ઠ પડ્યો ‘લ્યા,
તમારી બુનના ઘણીઓ તમોનઅ!
alya shaukaro,
ek to tamarun shetar sheDhun
baldhiyun mar inya tonnun
koh phatt tann thingaDun daun
tamari bayDini sapato ane joDa handhu!
daDiyo thainey taman donna bhela karun
harun lagaDwa imnimay
tamari bhainth wagarni watman
hi hi hi karun
homa aawo, etal awlo pharine aagho khahun
taman masho bamnelanay ghana mannthi bolawun!
paso,
tamarathi biyin mhanya mutari jaun!
mara bhailanno ek nambarno dashman thai
amari manyli wato taman parone aali jaun!
toy pela daDe,
munye kadiy na bhaleli anomat
– e to kali gori, jaDi patli, lombi tunki
khabar nahin!
ewi ajabagajabni anamto halgawwa/hatawwa
tamara wakri jela wandraon
phulwaDaman mokalata
taman lagirey sharam nayi
bhathth paDyo ‘lya,
tamari bunna ghanio tamona!
alya shaukaro,
ek to tamarun shetar sheDhun
baldhiyun mar inya tonnun
koh phatt tann thingaDun daun
tamari bayDini sapato ane joDa handhu!
daDiyo thainey taman donna bhela karun
harun lagaDwa imnimay
tamari bhainth wagarni watman
hi hi hi karun
homa aawo, etal awlo pharine aagho khahun
taman masho bamnelanay ghana mannthi bolawun!
paso,
tamarathi biyin mhanya mutari jaun!
mara bhailanno ek nambarno dashman thai
amari manyli wato taman parone aali jaun!
toy pela daDe,
munye kadiy na bhaleli anomat
– e to kali gori, jaDi patli, lombi tunki
khabar nahin!
ewi ajabagajabni anamto halgawwa/hatawwa
tamara wakri jela wandraon
phulwaDaman mokalata
taman lagirey sharam nayi
bhathth paDyo ‘lya,
tamari bunna ghanio tamona!



સ્રોત
- પુસ્તક : હાચ્ચે હાચ્ચુ, બોલનઅ ફાડ્યા? (પૃષ્ઠ ક્રમાંક 79)
- સર્જક : શંકર પેન્ટર
- પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
- વર્ષ : 2010