prithwine shun nam apun? - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૃથ્વીને શું નામ આપું?

prithwine shun nam apun?

દલપત ચૌહાણ દલપત ચૌહાણ
પૃથ્વીને શું નામ આપું?
દલપત ચૌહાણ

કોણ મને

પૃથ્વી વિશે પૂછી રહ્યું છે?

પૃથ્વી એટલે ત્રણ ભાગ પાણી,

એક ભાગ ભૂખ.

સફરજન તરફ નજર માંડતાં

આરંભાયેલ લાલશાઈત શોષણનું જ્ઞાન

હવે તો અવિરત

ઈડન ગાર્ડનના રૂપેરી સ્વપ્ન સાથે

પૃથ્વીના અણુએ અણુમાં

સાપના લપકારા સળવળે છે.

કોણ મને પૃથ્વી વિશે પૂછી રહ્યું છે.

પૃથ્વી એટલે ત્રણ ભાગ લોહી

એક ભાગ સત્તા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1991 (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1992