vanlakhayeli kavitaa - Free-verse | RekhtaGujarati

વણલખાયેલી કવિતા

vanlakhayeli kavitaa

કે. સચ્ચિદાનંદન કે. સચ્ચિદાનંદન
વણલખાયેલી કવિતા
કે. સચ્ચિદાનંદન

હું એક કવિતા છું

જેને હજુ કોઈએ લખી નથી.

મેં ઘણા કવિઓની આંગળીનાં ટેરવાં સુધીની

મજલ ખેડી છે

પણ અભિવ્યક્તિ પામેલા પ્રેમની જેમ

સપનામાં પીછેહઠ કરી છે

કારણ કે મારી કોઈ લિપિ નહોતી.

એમાં ભવિષ્યકાળ છે ત્યાં સુધી

મને ભાષાનો કોઈ ભય નથી.

એક દિવસ મને મારા શબ્દો જડી જશે :

અચંબાભર્યો બાળક જોશે

કોઈ સઢને ખૂલી જતાં

અને હળવેથી જાગશે

કોરા કાગળ પર

નવા તારા હેઠળ.

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023