shapath - Free-verse | RekhtaGujarati

વારેઘડીએ

જિંદગી વધુ સારી રીતે જીવવાના

શપથ લે છે

પણ જ્યારે રાત

એની સલાહકાર-મંડળીને લઈને આવે છે

એના કોલ લઈને એનાં સમાધાનો લઈને

જ્યારે રાત

શરીર પરના આધિપત્યને લઈને આવે છે

ફંફોસે છે અને ઝંખે છે

મૂંઝાયેલો

જ, એના જીવલેણ મોજશોખો તરફ

પાછો ફરે છે

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023