jyare aene potaanaa hoth mane arkaadyaa tyaare - Free-verse | RekhtaGujarati

જ્યારે એણે પોતાના હોઠ મને અરકાડ્યા ત્યારે

jyare aene potaanaa hoth mane arkaadyaa tyaare

સ્ટીવ કોવિટ સ્ટીવ કોવિટ
જ્યારે એણે પોતાના હોઠ મને અરકાડ્યા ત્યારે
સ્ટીવ કોવિટ

જ્યારે એણે પોતાના હોઠ મારા હોઠ પર ચાંપ્યા

ત્યારે નિવિબંધ સ્વયમેવ ઢીલો થઈ ગયો.

જ્યારે એણે પોતાના હોઠ મારે કંઠે અરકાડ્યા

ત્યારે મારાં વસ્ત્ર આપમેળે મારા પગ પાસે ઢગલો થઈને પડ્યાં.

જ્યારે એણે પોતાના હોઠ મારા સ્તન પર મૂક્યા

ત્યારે, લગભગ બધું જ, સખી,

એનું નામ સુધ્ધાં, એવું તો ભુલાયું જાણે મારાથી

કે હું તો, તારા સમ, કહી શકતી નથી,

(બહુ યત્ન કરું તોપણ) કે

પછી

મારા પર કેટકેટલાં કેવાં કેવાં સુખ વરસાવ્યાં

- અને કોણે?

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम्
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023