બારીઓ
baariio
કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
Constantine P. Cavafy

આ અંધારિયા ઓરડાઓમાં
જ્યાં હું મારા નીરસ દિવસો પસાર કરી રહ્યો છું,
આંટા મારતો બારીઓ શોધી રહ્યો છું;
જ્યારે કોઈ બારી ખૂલશે,
થોડીઘણી રાહત મળશે.
પણ અહીં કોઈ બારી નથી,
અથવા તો હું તે શોધી શકતો નથી.
અને કદાચ એ જ સારું છે.
એવું બને કે પ્રકાશ એક વધુ યાતના સાબિત થાય.
કોણ જાણે છે
કઈ નવી વસ્તુઓ એ ઉજાગર કરે?
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023