ilinauis yuniwarsitina ek myujhiyamman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઇલિનૉઇસ યુનિવર્સિટીના એક મ્યુઝિયમમાં

ilinauis yuniwarsitina ek myujhiyamman

ઉશનસ્ ઉશનસ્
ઇલિનૉઇસ યુનિવર્સિટીના એક મ્યુઝિયમમાં
ઉશનસ્

છેવટે તારે ને મારે છે શું, પશ્ચિમ?

ત્યાં આપણું એકાદ ઘડી-અધઘડીનું

અમથું મળી જવું, ને તેનો

આટલો મોટો તે ઉપાડો હોય?

(હા, તું તે મ્યુઝિયમની સૌથી વધુ સુંદર ચીજ હતી,

તે જુદી વાત છે)

કઈ વાતબાત,

કંઈ ન્યાતજાત,

મળ્યા ભાઈની પ્રીત,

તેનો આવડો મોટો તે ઉપાડો હોય આટલે છેટ્ટે?

ઘેર પાછો આવી ગયો છું

અને લાવ્યો છું તારી એક રહસ્ય વાત;

સાન્તાક્રૂઝના એરપોર્ટના

કસ્ટમ અધિકારીઓથી છુપાવી

એક તારો ચહેરો સ્મગલ કરી લાવ્યો છું ને હવે જોરથી ધડકું છું

દમિયલની માફક તેની ઉપર ઝૂકીને

લે, તને સાત સાત સાગર પારથી એક અનામત ચુંબન મોકલું છું

ત્યાં જે તને અપાયું તે—તને

ને તારા બ્હાને આખા પશ્ચિમના ચહેરાનેય...

(૧૧-૧ર-૭૬)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 621)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996