ame ane ghatna - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમે અને ઘટના

ame ane ghatna

ભી. ન. વણકર ભી. ન. વણકર
અમે અને ઘટના
ભી. ન. વણકર

વૃક્ષને વાચા તો ફૂટશે!

સાપ અને નોળિયાની જેમ

ભલે અમે

સામાન્ય ઘટના રહ્યા.

અમે જાણીએ છીએ

થોર પર તીતીઘોડા ને

ખાઈ જતા કાચિંડા

ડરાવી નહિં શકે કો’ દિ’

પણ, હા-

દુર્ગમ દીવાલો પર બેઠેલું

કાગડાઓનું ટોળું

કા, કા, કકળાટ કરી

થોડા વધુ દિ’ લઈ જશે, કદાચ...!

પણ, તેથી કાંઈ

પૃથ્વીનું પરિભ્રમણ

અટકી જવાનું નથી

ભેખડ સાથે

તૂટી પડતા વૃક્ષની જેમ

ભલે અમે

સામાન્ય ઘટના રહ્યા.

પથ્થરમાં પીપળો તો ફૂટશે!

સ્રોત

  • પુસ્તક : અનુબંધ (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : ભી. ન. વણકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004