swetar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હૂંફ માટે

બે

જુદા જુદા ઊનનું

જુદા જુદા રંગનું

હોંશે હોંશે ખરીદાયેલું

આકર્ષક સ્વેટર.

પણ હવે

પહેરવાની મઝા નથી -એ બંધ બેસતું નથી! વાંકુંચૂકું ગળું

ટૂંકી બાંય

ને ઠેકઠેકાણે પડતી ખોળ.વળી, મોટા સોયાથી ગૂંથાયું હશે કે કેમ

એનાં કાણાં એટલાં મોટાં

કે

સૂસવતો પવન છાતીએ વળગે…લેતા તો લેવાઈ ગયું

પણ હવે

ઘેરો લાગતો રંગ

ને

ડિઝાઇન પણ ના પસંદ!

થાય છે -ઊન ખરાબ કર્યા વિના

આખું સ્વેટર ઉકેલી

નવી મનપસંદ ડિઝાઇનમાં

ફરી ગૂંથી શકાય (તો)?

સ્રોત

  • પુસ્તક : નિસ્બત (પૃષ્ઠ ક્રમાંક 72)
  • પ્રકાશક : મિહિકા પબ્લિકેશન્સ
  • વર્ષ : 1984