વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ ઉપર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફૅક્ટરીમાં.....”
wees waras pachhi aaje amara ‘klas tichar’ mali gaya
shej wilun mon, pran winanan paglan
juno kot,
shalani nokriye emne aatlo ja waibhaw aapyo chhe
hwe ‘ritayarD’ thaya chhe
sinh jewo emno roph hato
emno awaj nahin, emni traD aakha klasne dhrujawti
e amne ubha karta ne ame patlunman thatharta
ek diwas kharab akshar mate
emne mane hath upar phoot marelun
te haji yaad chhe
mane Dhila awaje kahe,
“tane to khabar chhe mara akshar sundar ane maroDdar chhe,
ane hun hisabna chopDa pan lakhi shakun chhun
tari phektriman ”

સ્રોત
- પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સર્જક : વિપિન પરીખ
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
- વર્ષ : 1980