રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કઈક ગર્જે છે.
દીવાલ પરનું ઇલેકિટ્રક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાંનુ ટોળું થૈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફ્યુઝ જતાં, લાઇટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ.....
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:
“કાલીદાસ! તુકારામ! અલ્યા નરસિંહ!
અરે, કોઈ તો
ઇલેકિટ્રશિયનને બોલાવે!”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છેઃ
“અરે ગિરિધર! સાંભળે છે કે, -
પહેલાં મીણુબત્તી તો લાવ....’
અને -
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબત્તીની શોધાશોધ ચાલે છે....
hun ekagr chitte wanchun chhun
sameni barino reDiyo
mara kanman kaik garje chhe
diwal paranun ilekitrak ghaDiyal
wartaman sathe ghasatun chale chhe
tyublaitanun startar
tamrannu tolun thai kanasya kare chhe
ughaDa paDela darwajani ghanti
Dachkan bharti bharti ranke chhe
gharno nokar dudhwala joDe
aphwaoni aaple kare chhe
paDoshanno aprichit chahero
kuthlina Dayal pherwe chhe
rasta parno nahakno jhaghDo
bari wate mara gharman prweshe chhe
ochinto phyujh jatan, lait
andharun thaine pathrai jay chhe
maro aakho malo andhrodhab
nichle malthi wyas boom paDe chheh
“kalidas! tukaram! alya narsinh!
are, koi to
ilekitrashiyanne bolawe!”
bajuwalan miramben swasth awaje kahe chhe
“are giridhar! sambhle chhe ke,
pahelan minubatti to law ’
ane
mari chaliman
mara malaman
mara gharman
mara deshman
minbattini shodhashodh chale chhe
hun ekagr chitte wanchun chhun
sameni barino reDiyo
mara kanman kaik garje chhe
diwal paranun ilekitrak ghaDiyal
wartaman sathe ghasatun chale chhe
tyublaitanun startar
tamrannu tolun thai kanasya kare chhe
ughaDa paDela darwajani ghanti
Dachkan bharti bharti ranke chhe
gharno nokar dudhwala joDe
aphwaoni aaple kare chhe
paDoshanno aprichit chahero
kuthlina Dayal pherwe chhe
rasta parno nahakno jhaghDo
bari wate mara gharman prweshe chhe
ochinto phyujh jatan, lait
andharun thaine pathrai jay chhe
maro aakho malo andhrodhab
nichle malthi wyas boom paDe chheh
“kalidas! tukaram! alya narsinh!
are, koi to
ilekitrashiyanne bolawe!”
bajuwalan miramben swasth awaje kahe chhe
“are giridhar! sambhle chhe ke,
pahelan minubatti to law ’
ane
mari chaliman
mara malaman
mara gharman
mara deshman
minbattini shodhashodh chale chhe
સ્રોત
- પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1983