ચે ગૂવેરા માટે એક ગુજરાતી કવિતા
che guuvera mate ek gujarati kavita

ચે ગૂવેરા માટે એક ગુજરાતી કવિતા
che guuvera mate ek gujarati kavita
સિતાંશુ યશશ્ચંદ્ર
Sitanshu Yashaschandra

આગેકૂચ
વન વચ્ચે ગેનીરીલા
ગિરી નીવ વન વચ્ચેલા
નરી ગિરી વન ગચ્ચેલા
ગિરિ ગિરિ વરિ વરિ નરિ નરિ ના?
હુમલો
ગેન રીવ વચ્ચે લાલા
વેવ વેવ ગેલા વાવા
વાવા ચેચ્ચે ગન ગનરા
વગ વગ વગ ચચ્ચા ચચ્ચા
વિજય
ચચ્ચ ચ્ચા ચચ્ચ ચ્ચા ચચ્ચ ચચ્ચ ચા
ગન ગન ગચ્ચે વેગે વા
વન ગન લચ્ચે ગન વન વા
ચચ્ચેચ્ચા ચચ્ચેચ્ચા વન ગન વચ્ચે ગેરીલા
(૧૯૭૪)



સ્રોત
- પુસ્તક : જટાયુ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009