કેનેડીના અવસાન પર
Canadyna Avasan Par
મણિલાલ દેસાઈ
Manilal Desai

તો પછી ચાલો
આપણે બધા પાછા વળીએ
ને બહાર ઊભેલી ભીડને કહીએ
કે
ઈસુ હવે મરી ગયા છે,
ગાંધી હવે મરી ગયા છે,
જેથી
એ લોકો એકબીજાની વેદનાને ચાહવા માંડે,
એકબીજાના ઘાને પંપાળવા માંડે
અને
કાલે નહિ ઊગવાના સૂરજની રાહ જોવામાં
આજની રાત ન બગાડે.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ