sarwahara - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે

અમારું માથું કાપી નાંખ્યું.

તે દિવસથી

તમે મતિશૂન્ય છો.

તમે

અમારા હાથ કાપી નાંખ્યા,

ત્યારે ખબર પડી કે

તમારા હાથ

અધ્યાત્મ સંદેશક નહીં,

અહિંસાના સંહારક છે.

તમે

અમારા પગ કાપી નાંખ્યા

તે પછી તો

તમે પણ ચાલ્યા નથી!

આજે–

અમારે માથું નથી,

હાથ નથી,

પગ નથી,

અમારી પીઠ

વૃદ્ધ કાચબા જેવી

બરછટ-બરછઠ માત્ર

સ્રોત

  • પુસ્તક : દલિત કાવ્ય સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : મોહન પરમાર
  • પ્રકાશક : પાશ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2016