maun chhe mitro! - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૌન છે મિત્રો!

maun chhe mitro!

મંગળ રાઠોડ મંગળ રાઠોડ
મૌન છે મિત્રો!
મંગળ રાઠોડ

તે

એક એવો શબ્દ છે

કે જેનો ઉચ્ચાર કરવા જતાં

ફાટીને થઈ જાય છે જીભમાં ચીંથરા

અને રોકેટના

લોન્ચિંગ પેડની આસપાસ

ધુમાડામાં અમળાયા કરે છે

આપણું મૌન!

એમાંથી નીકળેલું

નગ્ન સત્ય

પોતાનાં ઢાંકવાં જેવાં અંગોને

બતાવતું ફરે છે

જાહેર માર્ગો પર

સાવ નંગધડંગ!

જેને જોયું જોયું કરીને જોઈ લેતી

કોઈ પતિવ્રતા કે

કુંવારી કન્યાઓના સપના જેવી

આપણી કવિતા પણ મૌન છે મિત્રો!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981