kyarek - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

યાતનાના

ખાબોચિયામાં

તરફડતા

એક માણસને જોઈને,

આજે મને

તીર જેવું તાતું

એક કિરણ ફૂટ્યું!

તમને પણ ફૂટશે

ક્યારેક,

સૂર્યની નિષ્ફળતાને વીંધવા...!

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987