Read Online Gujarati Vaatna Divada eBooks | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુસ્તક વિશે માહિતી

કરસનદાસ માણેક લેખક પરિચય

તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. તેમનો જન્મ કરાચીમાં થયો હતો અને ત્યાં તેમણે પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. અસહકારની ચળવળ વેળાએ કરાચીથી તેઓ ઇન્ટરનો અભ્યાસ છોડી 1921માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા, પણ પરીક્ષા આપ્યા વિના 1923માં ફરીથી કરાચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત–અંગ્રેજી વિષયો સાથે તેમણે બી.. કર્યું હતું. 1939 સુધી તેમણે કરાચીની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને દરમિયાન એક વર્ષડેઇલી મિરરનામનું અંગ્રેજી છાપું પણ ચલાવ્યું. 1930 અને 1932માં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. 1939થીજન્મભૂમિના તંત્રીવિભાગમાં કામગીરી બજાવી. 1948માં જન્મભૂમિ ટ્રસ્ટનાનૂતન ગુજરાતના તંત્રી બન્યા. 1950માં સામયિક બંધ પડતાં 1951થીસારથિસાપ્તાહિક અને પછીનચિકેતામાસિક શરૂ કર્યું.

એમની લેખનપ્રવૃત્તિનો આરંભ 1924માં એમણે કરેલા ટાગોરકૃતમુક્તધારાઅનેબે બાળનાટકો’ (‘શરદુત્સવ’, ‘મુકુટ’)ના અનુવાદોથી થયો. ‘ખાખનાં પોયણાં’ (1934) તેમનું પ્રથમ ખંડકાવ્ય છે. તે ઉપરાંત તેમની પાસેથીઆલબેલ’ (1935), ‘મહોબતને માંડવે’ (1942), ‘વૈશંપાયનની વાણી ભા. 12 (1943, 1945), ‘પ્રેમધનુષ્ય’ (1944), ‘અહો રાયજી સુણિયે’ (1945), ‘કલ્યાણયાત્રી’ (1945), ‘મધ્યાહ્ન’ (1958), ‘રામ તારો દીવડો’ (1964), ‘શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ’ (1969) જેવા સંગ્રહો મળે છે. એમની બે દીર્ઘરચનાઓહરિનાં લોચનિયાં’ (1969) અનેલાક્ષાગૃહ’ (1976) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે.

માલિની’ (1944), ‘રામ ઝરૂખે બૈઠકે’ (1966),તરણા ઓથે’ (1975), ‘પ્રકાશનાં પગલાં’ (1945), ‘દિવ્ય વાર્તાઓ’ (1955), ‘અમર અજવાળાં’ (1959), અનેરઘુકુળરીતિ’ (1963), વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિતસિંધુની પ્રેમકથાઓ’ (1953) અને બે લઘુનવલોસિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (1965)માં ગ્રંથસ્થ થઈ છે.

કળીઓ અને કુસુમો’ (1949), ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, 1979), ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (1959) જેવા નિબંધસંગ્રહો છે. ‘મહાભારતકથાભા. 1, 2, 3 (1972, 1973, 1974)માં એમણે મહાભારતને રસળતી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજ્વાળા’ (1943)માં 1857થી 1942 સુધીના ભારતના આઝાદી જંગનો ચિતાર છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે, 1945) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણેઅધ્યાત્મદર્શન’ (1963)માં સંકલન કર્યું છે. ‘ભર્તૃહરિનિર્વેદ’ (1958) હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે.