E-book of Bho. Je. Adhyayan-Sanshodhan Vidhyabhavan, Amdavad | RekhtaGujarati

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન એટલે અમદાવાદની ગુજરાત વિદ્યાસભા સંચાલિત ગુજરાતની એક મહત્ત્વની વિદ્યાસંસ્થા. 1848માં ગુજરાતી ભાષા તથા સાહિત્યના વિકાસ માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. 1939માં સોસાયટીમાં આચાર્ય આનંદશંકર ધ્રુવના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ થયો. આ વિભાગને 1945-46માં મુંબઈના શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ તરફથી બે લાખ રૂપિયાનું દાન મળ્યું. 1946-47માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાઈ અને તેના વિદ્યા વિભાગને ‘શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન’ નામે સંસ્થાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. ભો. જે. વિદ્યાભવન અનેક દુલર્ભ પુસ્તકોનો ખજાનો છે. આપ તે પુસ્તકો અહીં વાંચી શકશો.

  • favroite
  • share