પુસ્તક વિશે માહિતી
- લેખક: મીઠો
- પ્રકાશન વર્ષ:1927
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:79
- પ્રકાશક: શ્રી જશવંતસિંહ પ્રિન્ટીંગ પ્રેસ, લીંબડી
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
મીઠો લેખક પરિચય
મધ્યકાલીન ભક્તકવિ. સમય ઈ. સ. ૧૭૯૪થી ૧૮૭૨. તેમનો જન્મ લીંબડી મુકામે મુસ્લિમ ઢાઢી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સાહેબા. તેમણે વૈષ્ણવી ભક્તિમાર્ગ સ્વીકાર્યો હતો. તે સમયે લીંબડીના રાજવી હરભમજી ત્રીજા હતા. મીઠા ઢાઢીનું ગરીબ કુટુંબ, બાપદાદાની થોડી જમીન હતી તે ખેડીને નિર્વાહ ચલાવતા હતા. તેમણે અધ્યાત્મ વૈરાગ્ય બોધની અને શ્રી કૃષ્ણ વિષયક બંસરી રચનાઓ તથા પદ, ગરબી, રાસ વગેરે જુદાં-જુદાં સ્વરૂપો ધરાવતાં ભજનો-કીર્તનો રચ્યાં છે.
