પુસ્તક વિશે માહિતી
- લેખક: ગવરીબાઈ
- સંપાદક: મસ્ત
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1937
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:352
- પ્રકાશક: કમળાશંકર ગોપાલશંકર ભચેચ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
ગવરીબાઈ લેખક પરિચય
તેમનો જન્મ ડુંગરપુર(રાજસ્થાન)ના વડનગરા નાગર પરિવારમાં ઈ. સ. 1759માં થયો હતો. પાંચ વર્ષની નાની વયે જ તેમનાં લગ્ન થયાં હતાં અને લગ્નના એક સપ્તાહ પછી તેમણે વૈધવ્ય પ્રાપ્ત થયું હતું. તેથી તેમના અંતરમાં વિતરાગ પેદા થયો. મીરાંની જેમ જ તેમણે પણ તેમના નિકટના લોકો દ્વારા કષ્ટો સહન કરવા પડ્યાં. પારિવારિક બંધનોમાં રહીને પણ તેમણે આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું અને તે આધ્યાત્મિક સાધનાના માર્ગે વળ્યાં. ઈ. સ. 1804માં તે યાત્રાએ નીકળ્યાં. ડુંગરપુરના રાજા શિવસિંહજીએ તથા જયપુર આદિ રાજ્યોના નરેશોએ તેમનો આદર-સત્કાર કર્યો. મથુરા અને ગોકુળ થઈને તે બનારસ ગયાં. કેટલાંક વર્ષ બનારસમાં નિવાસ કરીને ઈ. સ. 1809માં તેમણે સમાધિ લઈ દેહત્યાગ કર્યો. ગવરીબાઈ બહુશ્રુત, યોગાભ્યાસી અને આત્મજ્ઞાની વિદુષી હતાં. તેમનાં ભજનોમાં યોગ, વૈરાગ્ય તથા બ્રહ્મજ્ઞાનનું નિરૂપણ મળે છે. તેમની રચનાઓને જોતાં એ સ્પષ્ટ થાય છે કે તેમની આધ્યાત્મિક યાત્રા સગુણથી માંડી નિર્ગુણ તરફ ગઈ છે.