Read Online Gujarati Bahen Mankunvarna Smaranarthe Rajbodh eBooks | RekhtaGujarati

બહેન માનકુંવરના સ્મરણાર્થે રાજબોધ

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

શ્રીમદ્ રાજચંદ્ર લેખક પરિચય

જન્મનું નામ લક્ષ્મીનંદન મહેતા. પછી માતા-પિતાએ તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું હતું, પાછળથી આ નામ તેના સંસ્કૃત અર્થપર્યાય 'રાજચંદ્ર'માં પરિવર્તિત થયું. શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ 11 નવેમ્બર, 1867ના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના વવાણિયામાં માતા દેવબાઈ અને પિતા રવજીભાઈ મહેતાને ત્યાં થયો હતો. માતા અને પિતાના ભિન્ન ધર્મ હોવાથી તેમને પ્રારંભિક જીવનથી જ જૈન ધર્મ અને હિંદુ ધર્મનો પરિચય થયો હતો. તેઓ વણિક સમાજ અંતર્ગત દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. સાધુ રામદાસજી પાસેથી તેમણે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો. તેઓશ્રીએ અન્ય ભારતીય ધર્મોનો અભ્યાસ કર્યો, જે દરમ્યાન જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત પ્રત્યે આકર્ષાયા. આગળ જતાં, તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમનું અવસાન 9 એપ્રિલ, 1901ના રોજ રાજકોટ ખાતે થયું.

શ્રીમદ્ રાજચંદ્રએ ‘સ્ત્રીનીતિબોધક’ (1884), ‘સદ્બોધ શતક’ (1884), ‘મોક્ષમાળા’ (1884), ‘શૂરવીર સ્મરણ’ (1885) આદિ રચનાઓ ઉપરાંત સરળ ગુજરાતી ભાષામાં, દોહરા છંદમાં રચાયેલ 142 ગાથાના ‘આત્મસિદ્ધિ’માં તેમણે આત્માનાં ષડ્પદ - છ મૂળભૂત સત્યો - પ્રકાશિત કર્યાં છે. અંગ્રેજી ભાષામાં આ કાવ્યનાં અનેક ભાષાંતર થયાં છે, જે પૈકી પ્રથમ અનુવાદ જે. એલ. જૈની દ્વારા વર્ષ 1923માં થયો હતો. ઉપરાંત જાણીતો અનુવાદ બ્રહ્મચારી ગોવર્ધનદાસ દ્વારા વર્ષ 1957માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

તેમણે લખેલ 900થી વધુ પત્રોમાં તેમની આધ્યાત્મિક યાત્રા તેમજ તેમણે તેમના અનુયાયીઓને આપેલ બોધનો સમાવેશ થાય છે. તેમણે ‘વૈરાગ્ય વિલાસ’ નામના સમાચારપત્રનું સંપાદન પણ કરેલું.