shun aa desh widesh - Doha | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું આ દેશ-વિદેશ

shun aa desh widesh

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
શું આ દેશ-વિદેશ
દીપક બારડોલીકર

(દુહા)

શું વસતી, શું જંગલો, શું દેશ-વિદેશ

હોય ભવાઈ શ્વાસની ત્યાં લગનો વેશ

ભીતર ખાલી ડોલચું તોયે માને પીર

આડંબર એવો કરે, જાણે હોય કબીર

ડોલર શોધે સંતને, મુલ્લા માણે મોજ

અડખે પડખે દોડતી ઘેટાંઓની ફોજ

ઝાઝા ‘શોપિંગ-માલ’ ને ખુલ્લા છે સૌ રોડ

જેનું ખિસ્સું જેવડું ત્યાં લગ તેની દોડ

શું રૂંધન, શું બંધનો, કેવા ડર, પડકાર

મેં ફટકારી લાત જ્યાં, થૈ ભીંતો ભંગાર

હૈયે વ્હાલી ભોમકા, રગ રગ પ્યારો દેશ

હું છું મારા દેશનો, જુઠ્ઠા સૌ પરદેશ

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 258)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007