રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસ્થળ: મધ્યમ શહેરનો સોસાયટી વિસ્તાર.
જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.
• વના જેતા
-હાજર સાયેબ, પાય લાગણ મા'બાપ.
• કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
- આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળાની ચંત્યા તો નંઈ.
સાચુ ને સાઈબ ?
• વના જેતા
સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને?
ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે, ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
-વાળીઝૂડીને સોખ્ખો સણાક -ચાચર ચોક જેવો મા’બાપ
અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.
• એલા તારાં છોકરાંવ કેટલા?
ઇ ભણશે કે ઇ’ચે ઢૈડો કરશે તારી જેમ?
-તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
ભણવાનું તો સાઈબ...
ભણે નરસી મે'તો, ભણે શિવાણંદ ને ભાગે મારો દાસી જીવણ.
અમે તે શું ભણી સાઈબ.
બે-ચાર સોપડી વાંસી છોરાં રોજી રળશે ધરમની.
ને હુંય ક્યાં દાડા, વૈતરાં કે ઢૈડાં કરું છું સાઈબ.
રાજીનો રોટલો રળું છું રામે દીધો.
• વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
- અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ સંદરવો.
ઇ આખેઆખો મારો જને બાપ.
• એલા તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
આ દખ જ બાપીકું ક્યો'તો બાપીકું
ને પોતીકું ક્યો'તો પોતીકું
આ દખનું જ અમને ભારી સખ ઇના ભારી હેવા
ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠ નો ઊતરે.
• વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
– દર બે-પાંસ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.
• તું પરમાટી ખાશ વના જેતા?
– પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
માટી ય ખાવી પડે.
જલમ જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
ઈને કાંઈ રોળી નખાય? જતન તો કરવું પડેને બાપ.
ગમે તેંવું તો ય મનેખનું ખોળિયું સાઈબ.
અંદરનો રામ રાજી રે’વો જોવે.
ને પરમાટી સાઈબ.
ખોટું નંઈ બોલું મા’બાપ, ઉપરવાળો પુગે મને;
ગામને પાદર ઢોરાં ઠોલતાં ગીધડાંવ ઉડાડી ઉડાડી
ચામડા ચીઈરાં છ લાલપીળા લાબરા લીરા જેવા.
પણ, હવે પેધેલા લોંઠકા આ ગીધડાંવ હારે અમે હામ નો ભીડી હકી.
અમારું ગજુ નંઈ સાઈબ.
• વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નંઈ?
– અમારે તો બાપ, ભોજન ઓછા ને ભજન વધારે.
ઇ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
ગામમાં બોલાવી જાય સંધાય.
ભોજન તો અને ક્યાં દંઈ, કિમ દંઈ?
પણ ભજનની ના નંઈ.
લોક ક'યે ‘ભગત જાતે હલકા પણ હલક ભારી’
સુંદડીના, પિયાલાના નોખાનોખા ભજન ગાંઉ અસલના.
પણ સા'નો (ચાનો) પિયાલો તો ભેગો જ રાખું સાઈબ.
સા કાંઈ થોડી ખોબામાં પિવાય સી
લોક ભલે બોલે
પણ મરઘાંથી નંઈ, નરઘાંથી પેટ ભરાય સાઈબ.
નરઘું બોલે ને પેટમાં ટાઢક વળી જાય.
સાતે'ય કોઠે દીવા બાપ.
• વના જેતા,
સચરાચર મૅ વઈરહો’તો ઓણુકો
બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે'રાણા'તા યાદ છે?
– કિમ ભુલાય સાઈબ
લથબથ ભીંજાણો'તો સાઈબ, બારે બાર મે'માં ભીંજાણો તો ભરપૂર.
ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી'તી દૂધમલ ડૂંડાને
– જોયું'તું સીમમાં.
પસે તો મે’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
પસે તો રાડા જોયા'તા રાડા-સુક્કાભઠ્ઠ
તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું.
• વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ ઓહાણ ખરું?
— ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
હા, બાપુ થઈ ગ્યા કો'ક મા'તમા – પોતડી પેરતા ખાલી.
ઓલા સોકમાં ઈમનું પૂતળું - લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
લાકડી તો જોયે સાઈબ.
મા’તમાનો સોક સોખ્ખો રાખું
વે'લી સવારે સાનામાના નવરાવી યે દઉં
મારી ડ્યુટીમાં નંઈને તોય.
ખોટું નંઈ કંઉ સાઈબ
સૂતરની આંટી જોઈ ઈમ થાય કે દોરો એક ખેંચી
મારું પે’રણ સાંધી લઉં
પણ પસે મા’તમાને પોતડીમાં જોઉં ને થાય
‘ફટ ભૂંડા.’
• ને બાબાસાહેબને ઓળખે ને?
– સાઈબ, ઈ યે કો'ક બાબા થઈ ગ્યા.
કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
તંયે તો બધા કે'તા હઈશે ને બાબાસાયબ! બાબાસાયબ!
• વના જેતા
ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
– મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
એટલી ખબર્ય કે
ઉપરવાળો હાજરાહજૂર છે સંધેય, ને અજવાળે છે સંધુય.
• વના જેતા
બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
– વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
કરવાવાળું જોવે.
હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
આભલા હારે કે માયલા હારે.
વાતું તો ખૂટે જ નંઈ સાઈબ.
સખદખના સિમાડા હોય સાઈબ, સાચું ક નંઈ?
વાતુંના તે હોય?
ઈ તો મે’રામણ, લેરાય!
• વના જેતા
મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
કાલ પાછા ડેપુટી...
લે સરખો બોળી આંયાં દઈ દે અંગૂઠો ને ગણી લે બરોબર.
પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
લે, દઈ દે અંગૂઠો.
– લો દઇ દઉં સાઈબ
તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
વાંધો નથ સાઈબ.
ને, ગણવાની તો વાત જ નો'કરો સાઈબ.
તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.
• મુકાદમનો સંવાદ
-વના જેતાનો સંવાદ
પરમાટી એટલે માંસ-આમિષ આહાર,
સંચોડો એટલે આખેઆખો કે પૂરેપૂરો,
ઓહાણ એટલે સ્મૃતિ-યાદ.
sthlah madhyam shaherno sosayti wistar
jaiph waye pahonchela saphai kamadar wana jeta ane tena mukadam wachcheni watchit
• wana jeta
hajar sayeb, pay lagan mabap
• kem saw chhewaDe rai gyo?
apDe ja sewaDe rai pase koi sewaDawalani chantya to nani
sachu ne saib ?
• wana jeta
sarwoday sosayti sheri nambar 4no roD barobar wailo chhe’ne?
Deputi kale raunD marwana chhe, phariyad no aawwi joi saimjo?
walijhuDine sokhkho sanak chachar chok jewo ma’bap
ambamane paglan paDwanun man thawun jowe
• ela taran chhokranw ketla?
i bhanshe ke i’che DhaiDo karshe tari jem?
tan chhokranw be dewe didha dikra ne ek matajiye didhi dikri
bhanwanun to saib
bhane narsi maeto, bhane shiwanand ne bhage maro dasi jiwan
ame te shun bhani saib
be chaar sopDi wansi chhoran roji ralshe dharamni
ne hunya kyan daDa, waitran ke DhaiDan karun chhun saib
rajino rotlo ralun chhun rame didho
• wana jeta, tare kani tukDo jamin khetar khoiDa khara?
alakhno otlo sene saib, ne rate upar nawlakh sandarwo
i akheakho maro jane bap
• ela tari kani bapakmai khari ke nani?
a dakh ja bapikun kyoto bapikun
ne potikun kyoto potikun
a dakhanun ja amne bhari sakh ina bhari hewa
ina wagar sorwe ja nani, ina wanya tukDo heth no utre
• wana jeta anamatni tane kani khabarya?
– dar be pans warhe mate ya lai’gya potli moDhe
ne anamte ya kyarna DhaiDi gya potla moDhe
ame ini ramat mamatman kyan paDiye saib
• tun parmati khash wana jeta?
– parmati to su saib alasiyani jem
mati ya khawi paDe
jalam jalamna pun ke jewa tewa toy jiwtar maila manekhna
ine kani roli nakhay? jatan to karawun paDene bap
game tenwun to ya manekhanun kholiyun saib
andarno ram raji re’wo jowe
ne parmati saib
khotun nani bolun ma’bap, uparwalo puge mane;
gamne padar Dhoran tholtan gidhDanw uDaDi uDaDi
chamDa chiran chh lalpila labra lira jewa
pan, hwe pedhela lonthka aa gidhDanw hare ame ham no bhiDi haki
amarun gaju nani saib
• wana jeta, tun bhajan to karto hais, kharun ke nani?
– amare to bap, bhojan ochha ne bhajan wadhare
i’nathi kani wadhare chhe saib?
gamman bolawi jay sandhay
bhojan to ane kyan dani, kim dani?
pan bhajanni na nani
lok kaye ‘bhagat jate halka pan halak bhari’
sundDina, piyalana nokhanokha bhajan ganu asalna
pan sano (chano) piyalo to bhego ja rakhun saib
sa kani thoDi khobaman piway si
lok bhale bole
pan marghanthi nani, narghanthi pet bharay saib
naraghun bole ne petman taDhak wali jay
sateya kothe diwa bap
• wana jeta,
sachrachar me wairho’to onuko
bare megh khanga thya’ta, seem khetar leranata yaad chhe?
– kim bhulay saib
lathbath bhinjanoto saib, bare bar maeman bhinjano to bharpur
khetarman motiDa jewi bajri dharpine dhawiti dudhmal DunDane
– joyuntun simman
pase to mae’bhego mol kyan uDi gyo i khabar nani
pase to raDa joyata raDa sukkabhathth
to ya ame raDarol no’kari ke no paDi raDun
• wana jeta, aa tara mathe dhola bhalun to gandhibapunun kani ohan kharun?
— dhola to bap aa taDkana sanyo nani ne iman
ha, bapu thai gya koka matama – potDi perta khali
ola sokman imanun putalun lage’ke lakDi lai manDshe halwa
lakDi to joye saib
ma’tamano sok sokhkho rakhun
weli saware sanamana nawrawi ye daun
mari Dyutiman nanine toy
khotun nani kanu saib
sutarni aanti joi im thay ke doro ek khenchi
marun pe’ran sandhi laun
pan pase ma’tamane potDiman joun ne thay
‘phat bhunDa ’
• ne babasahebne olkhe ne?
– saib, i ye koka baba thai gya
kaye chhe ke bapuni jeem i ye amarun bau rakhta
a baba te attarna baba jewa nani saib
tanye to badha keta haishe ne babasayab! babasayab!
• wana jeta
khabar chhe aa nawkhanD dhartiman machhlathi manDi buddh sudhi
ene awtar dhairo se khali aa bharatkhanDman?
– mane to ini kani khabarya nani saib
etli khabarya ke
uparwalo hajrahjur chhe sandhey, ne ajwale chhe sandhuy
• wana jeta
bau maja aawi tari hare watun karwani
– watunnun to ewun ne mabap ke majo ja aawe
karwawalun jowe
hun to watun karun sakla hare, jhaDwa hare
abhla hare ke mayla hare
watun to khute ja nani saib
sakhadakhna simaDa hoy saib, sachun ka nani?
watunna te hoy?
i to mae’raman, leray!
• wana jeta
moDun thay chhe mane tari watun to sanj paDi dese
kal pachha Deputi
le sarkho boli anyan dai de angutho ne gani le barobar
pachho awis nirante attar moDun thay chhe
le, dai de angutho
– lo dai daun saib
tame iwDa i ma’tama thoDa so ke sanchoDo magi leho
a angaliyun bhelo angutho se tan lagan
wandho nath saib
ne, ganwani to wat ja nokaro saib
tame ya uparwalani sakhe ja gaina hashe ne saib
lo, tare rameram saib, rameram
• mukadamno sanwad
wana jetano sanwad
parmati etle mans amish ahar,
sanchoDo etle akheakho ke purepuro,
ohan etle smriti yaad

સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા: યજ્ઞેશ દવે (પૃષ્ઠ ક્રમાંક 32)
- સર્જક : યજ્ઞેશ દવે
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2020