mangal dhol - Dhol | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મંગળ-ધોળ

mangal dhol

રમેશ જાની રમેશ જાની
મંગળ-ધોળ
રમેશ જાની

અંતરિયું કોરું ને કોરી ચૂંદડી

તારે કેસૂડે રંગાયાં રંગરોળ જો!

આખુ યે ભીંજાવી ગઈ આયખું

તારી પ્રીતની તે

છલકંતી છોળ જો!

અંતરિયું.

સોનલા વાટકડી મારા નેણની

મીઠા રાગને કસુંબે

લાલ, ઘોળજો!

વેલડી વળૂંબેલ વરખડા સમ

મારે રોમરોમ કોળજો!

અંતરિયું.

હૈયાનો હિંડોળો

વ્હાલમ, હીંચતો

ઊંડા આભને ભરંત ઝાકમઝોળ જો!

તારલા વીણીને પાછા આવશું

ઊતરી આભ ને ધરતીના ઢોળ જો!

અંતરિયું.

ઘેરો રે ચંદરવો તારા નેહનો

મારા ઉરની બિછાત અણમોલ જો!

આવજો હો ભેરુ મારા પ્રાણના,

આપણ ગાઈશું મંગળ-ધોળ જો

અંતરિયું.

સ્રોત

  • પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : રમેશ જાની
  • પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
  • વર્ષ : 1984