રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
ઝાડની ડાળીએ ઝૂલ્યાં
zadni dalia zuliya
રેખા ભટ્ટ
Rekha Bhatt
અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં,
કે ઝાડ જરી લીલું થયું,
અમે તાળી લઈ-દઈ ખીલ્યાં
કે પંખીનું ટોળું થયું...
અમે થોડું ચડ્યાં’ને ઊતર્યાં,
કે ઝરણું દડતું થયું.
અમે નીર નદીનાં ઉછાળ્યાં
કે પાણીને હસવું ચડ્યુ.
અમે કિલકારી કરી-કરી કૂદ્યાં
કે આભને ઝૂકવું પડ્યું,
અમે મૂકીને મનડું નાચ્યાં
કે વાદળું વરસી પડ્યું...
અમે મીઠાંમધુર ગીત ગાયાં,
કે ચંદાને ઊગવું પડ્યું,
અમે એવાં મસ્તીમાં ઝૂમ્યાં,
કે આભલું ઝળહળ્યું.
સ્રોત
- પુસ્તક : ઝગમગ ઝગમગ તારા (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : રેખા ભટ્ટ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2024